યુદ્ધ શરૂ થવાની બરાબર પહેલાં અર્જુન કૃષ્ણને કહે છે કે રાજ્ય પ્રાપ્ત કરવા માટે ના તો હું ભાઈઓને મારવા માગું છું અને ના તો કોઈ હિંસા કરવા માગું છું. ધર્મશાસ્ત્ર પણ તેની મંજૂરી નથી આપતા. \nશું તમે અર્જુનની વાતો સાથે સહમત છો? \nતો પછી કૃષ્ણ અર્જુનની વાતો સાથે સહમત કેમ ના થયા? \nકૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેર્યો કે તેને સાચો માર્ગ બતાવ્યો? \nશું યુદ્ધ અને હિંસા કરવાના પણ યોગ્ય કારણ હોઈ શકે છે? \nસાચું કોણ છે? કૃષ્ણ કે અર્જુન? \nકૃષ્ણને ગીતા 18 અધ્યાય સુધી કેમ કહેવી પડી? \nખરેખર, ગીતા એક છે અને સવાલ અનેક છે... એવી જ રીતે જીવન પણ એક છે અને સવાલ અનેક છે. અને આ તમામ સવાલોના જવાબ માત્ર ગીતા આપી શકે છે. કેમકે, કૃષ્ણ મનુષ્યજાતિના પ્રથમ “સાયકોલૉજિસ્ટ” છે તથા “સ્પિરિચ્યુઅલ સાયકોલૉજી” જ મન અને જીવનના બધાં જ સવાલોના સચોટ જવાબ આપી શકે છે. પરંતુ તેમ છતાં ગીતાના સાયકોલૉજિકલ પાસાઓને કાયમ નજરઅંદાજ કરાયા છે. \nહું ગીતા છું” ભગવદ્ગીતાની પ્રથમ એવી વ્યાખ્યા છે, જે સંપૂર્ણ 700 શ્લોકોનો માત્ર “સ્પિરિચ્યુઅલ” અને સંપૂર્ણ “સાયકોલૉજિકલ સાર” સમજાવે છે. ફર્સ્ટ પર્સનમાં લખેલી આ ગીતામાં અર્જુન સવાલ પણ ‘હું’ થી પૂછે છે અને કૃષ્ણ જવાબ પણ ‘હું’ થી જ આપે છે. તેથી એવું લાગે છે કે જાણે આપણે ગીતા ‘લાઈવ’ સમજી રહ્યા છીએ. \nદીપ ત્રિવેદી “હું કૃષ્ણ છું”, “હું મન છું” તથા “સર્વસ્વ સાયકોલૉજી છે” જેવા અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક છે. આ પુસ્તક દ્વારા દરેક વયનો વ્યક્તિ ભગવદ્ગીતાનો સંપૂર્ણ સારાંશ નિશ્ર્ચિત જ ખૂબ સરળતાથી ગ્રહણ કરી લેશે. આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
Add a review
Login to write a review.
Customer questions & answers