આ પ્રથમ એવું પુસ્તક છે કે કેવી રીતે અને કેમ સર્વસ્વ સાયકોલૉજી છે. સાથે જ “શું મહેનત અને પ્રયત્ન જરૂરી છે”નો જવાબ પણ આપે છે, કેમકે જીવન તો કોઈપણ સ્થિતિમાં સેટ કરવાનું જ છે. પરંતુ મહેનત અને પ્રયત્ન કર્યા પછી પણ જીવન સેટ થઈ નથી રહ્યું. શું આટલી મહેનત અને કોશિશો જરૂરી છે? શું કંઈ પણ કર્યા વગર કંઈ પ્રાપ્ત જ કરી શકાય એમ નથી? \nઆ પુસ્તક ‘ડૂઈંગ અને હેપનિંગ’ની પાછળનું વિજ્ઞાન અને સાયકોલૉજી સમજાવે છે. કેમકે ‘ન કરવાને કારણે’ એટલી પરેશાની ઊભી નથી થઈ રહી, જેટલી ‘જરૂર કરતાં વધુ કરવાને કારણે’ થાય છે. જ્યારે કે અચિવર્સ સર્વસ્વ જાતે જ કરવાને બદલે પોતાના જીવનમાં ઘણું બધું થવા દઈ રહ્યા છે. સરળ ભાષામાં બેસ્ટસેલિંગ લેખક દીપ ત્રિવેદી લિખિત પુસ્તક “સર્વસ્વ સાયકોલૉજી છે” બ્રહ્માંડ તથા જીવનના અનેક વણકહ્યા રહસ્યો જણાવવાની સાથે નીચે લખેલી બાબતો દ્વારા સાયકોલૉજીની એક નવી જ દુનિયાની સેર કરાવે છેઃ કેવી રીતે પાર્ટિકલથી પ્લૅનેટ સુધી તથા મનુષ્યના મનથી લઈને જીવન સુધી સર્વસ્વ માત્ર સાયકોલૉજી છે? \nશા માટે મહેનત અને પ્રયત્નથી લઈને સફળતા અને નિષ્ફળતા સુધીનું પણ સર્વસ્વ સાયકોલૉજી છે? \nબ્રહ્માંડથી લઈને મનુષ્યના મન અને જીવન સુધીનું કંઈપણ એક ક્ષણ માટે પણ સ્થિર કેમ નથી? \nશું એ જરૂરી છે કે કંઈક કરવાથી જ પરિવર્તન આવે છે કે ‘કંઈ કર્યા વગર’ પણ પરિવર્તન થાય છે? \nપૃથ્વી કેવી રીતે કોઈપણ પ્રયત્ન વગર અબજો વર્ષોથી પોતાની ધરી પર ફરી રહી છે, તે પણ સંપૂર્ણ પરફેક્શન સાથે? \nહેપનિંગ શું હોય છે તથા હેપનિંગમાં સ્થિત થઈને કેવી રીતે મનુષ્ય વધારાની મહેનત કર્યા વગર સર્વસ્વ અચિવ કરી શકે છે? \nઆ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં બધા જ જાણીતા બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.
Add a review
Login to write a review.
Customer questions & answers